Tuesday 31 July 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો ????????

                    આજે અભિવ્યક્તિ પત્ર, પુસ્તક, ડાયરીના સિમાડા ઓળંગી ચૂકી છે. આજના માહિતી વિસ્ફોટના યુગને પહોચીવળવા ઈન્ટરનેટ મહત્વનું માધ્યમ બન્યું છે. તમારી અભિવ્યક્તિનો પડઘો વિશ્વભરમાં પાડવા માટે ઈન્ટરનેટ અનેક સુવિધાઓ આપે છે. આજે સોશિયલ કોમ્યુનિકશન સાઈટ (ફેસબુક, ટ્વિટર) પૂરજોશમાં ચાલે છે. આવું જ અભિવ્યક્તિનું એક સક્ષમ સાધન છે બ્લોગ. આજે બ્લોગરની એક આગવી દુનિયા રચાઈ છે. એમાં ચર્ચાઓ ચાલે છે, ઝગડાઓ ચાલે છે, આદાન-પ્રદાન ચાલે છે. તમે પણ તમારી નેટ સર્ફિંગની યાત્રા દરમિયાન કોઈને કોઈ બ્લોગની મુલાકાત અવશ્ય લીધી જ હશે. અને હાલ તમે જે વાંચી રહ્યા છો એ પણ અલબત્ત બ્લોગ જ છે ને ! તમારા આ પ્રવાસ દરમિયાન ક્યારેક પ્રશ્ન થયો હોય કે આ બ્લોગ બને કઈ રીતે ? હું પણ બ્લોગ બનાવું એવી ઈચ્છા થઈ હોય........... પણ બ્લોગ બનાવવાનો રસ્તો જડતો ના હોય....... તો આ રહ્યો તમારા પોતાના બ્લોગ સુધી પહોંચવાનો રસ્તો.......
                 બ્લોગ બનાવવા માટેની સૌપ્રથમ શરત એ છે કે તમારી પાસે એક જીમેઈલ એકાઉન્ટ હોવું જોઈએ. એકવાર તમે તમારું જીમેઈલ એકાઉન્ટ બનાવી લો તો તમારું અડધુ કામ પત્યું સમજો. તમારી પાસે પહેલાથી જ જીમેઈલ(gmail) એકાઉન્ટ હોય તો તમે તમારો બ્લોગ બનાવવાની શરૂઆત કરી શકો છો પણ હજું તમે તમારું જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું નહોય અને એ પણ કઈ રીતે બને તે ખબર ન હોય (જો કે આ સંભાવના બિલકુલ નવા વાચકના સંદર્ભમાં જ હોઈ શકે ) તો પહેલા તેનાથી જ શરૂઆત કરીએ..........

1. જીમેઈલ (gmail) એકાઉન્ટ કઈ રીતે બનાવવું ....

                     જીમેઈલ એકાઉન્ટ બનાવવા સૌપ્રથમ તમારા બ્રાઉઝરના એડ્રેસ બાર(નીચે આકૃતિ-1 માં ગોળ કરેલ ભાગ એડ્રેસ બાર છે.)માં  http://www.gmail.com/ ટાઈપ કરો. જેથી નીચે મુજબનું પેજ તમારા બ્રાઉઝરમાં ખુલશે.

આકૃતિ - 1
             તમારા બ્રાઉઝરમાં ખુલેલા ઉપરના પેજમાં તીરની નિશાની કરેલ ભાગ (જ્યાં "CREATE AN ACCOUNT" લખેલું છે.) પર ક્લિક કરવાથી તમે અન્ય પેઝ (નવું જીમેઈલ એકાઉન્ટ બનાવવાનું પેઝ)પર જશો જ્યાં તમારે તામારી કેટલીક માહિતી ટાઈપ કરવી પડશે. પેઝ પરના ફોર્મમાં તમામ માહિતી ભરીને અંતમાં આવેલા 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરો.
આમ કરવાથી જો તમે ભરેલ માહિતીમાં કંઈક ભૂલ હશે તો તમે જે માહિતી ભરેલ ફોર્મ છે તે જ તમારી સામે આવશે અને ભૂલવાળા ખાનાની નીચે લાલ અક્ષરે વિગત લખેલી દેખાશે જે તમારે સુધારવાની રહેશે અને ફરી 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે ભરેલ માહિતીમાં કોઈ ભૂલ નહી હોય તો 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ તૈયાર હોવાનો મેસેજ તમને મળી જશે. ત્યાર બાદ Continue to Gmail પર ક્લિક કરીને તમે તમારું ઈમેલ એકાન્ટ જોઈ શકો છો. આ એકાન્ટનો ઉપયોગ કરીને હવે તમે મેઈલ મોકલી અને મેળવી શકો છો. સાથે જ ગુગલની અન્ય સુવિધાઓ (igoogle, youtube, documents, calendar, blogger) માં પણ લોગઈન થઈ શકો છો.

2. તમારો પોતાનો બ્લોગ બનાવો....

                   ઉપર જોયું તેમ ઉપર બનાવેલા જીમેઈલ એકાઉન્ટથી જ ગુગલની અન્ય સર્વિસમાં પણ લોગઈન થઈ શકાય છે. તેથી બ્લોગ બનાવવા માટે સૌપ્રથમ www.blogger.com પર જાઓ. અહિં તમે બનાવેલ જીમેઈલ એકાન્ટથી લોગઈન કરો. લોગઈન કર્યા બાદ તમારી સામે બે પ્રકારની પ્રોફાઈલના (Google+ પ્રોફાઇલ અને બ્લોગર પ્રોફાઇલ)વિકલ્પો આવશે જેમાંથી કોઈપણ એક પ્રોફાઈલ પસંદ કરીને તમે આગળ વધી શકો છો. ત્યારબાદ ના સ્ટેમાં તમે તમારા બ્લોગને નામ આપ્યા બાદ આગળ વધી શકો છો. એકવાર નામ આપી દીધા પછી અંતે તમારી સામે જે પેજ પ્રદર્શિત થાય તેમાં તમે તમારો નવો બ્લોગ બનાવવાનો વિકલ્પ પસંદ કરીને બ્લોગીંગની શરૂઆત કરી શકો છો તથા તમારી પોતાની પઠનસૂચિ પણ ઉમેરી શકો છો.

2 comments:

  1. ખુબ સારો બ્લોગ બનાવ્યો છે , અભિનંદન
    ખુબ પ્રગતી કરતા તહો તેવી શુભેચ્છા ,
    અમારી શાળા દ્વારા શૈક્ષણિક ટૂલબાર બનાવ્યુ છે ,
    જેમા આપની શાળા નો બ્લોગ નો સમાવેશ કરેલો છે
    ફેરફાર કરવા જરૂરથી સુચન કરજો
    http://dhanala.blogspot.com

    ReplyDelete
  2. બ્લોગ બનાવવા માટે શું શીખવું પડે plsreply crcpalasana@gmail.com

    ReplyDelete