Saturday 5 January 2013

રમતોત્સવ - 2012/13

          બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિષયોના અભ્યાસ થકી માનસિક કેળવણી ઉપરાંત શારીરિક કેળવણી પણ એટલું જ મહત્વ ધરાવે છે. રમત ગમત દ્વારા બાળકોની શારીરિક કેળવણીને ઉત્તેજન અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દર વર્ષે રમતોત્સવનું આયોજન થાય છે. વર્ષ 2012/13 ના રમતોત્સવમાં જુથ કક્ષાના રમતોત્સવમાં અમારી શાળાના બાળકોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લીધો. કબડ્ડી, ખો-ખો(બહેનો), લાંબીકૂદ, ગોળાફેક વગેરે રમતોમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી, ખો-ખો તથા લાંબીકૂદની સ્પર્ધાઓમાં આ શાળાના બાળકો તાલુકા કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે. આ તમામ બાળકોને શાળાના આચાર્ય તથા તમામા સ્ટાફ વતીથી અભિનંદન પાઠવતાં આનંદની લાગણી થાય છે.
100 મી દોડ માટે વિધાર્થીનીઓ પ્રસ્થાનની સ્થિતિમાં...

પરિણામ અને પ્રમાણપત્ર તૈયાર કરતા નિર્ણાયકો (વડાલી જૂથ-2 ના જૂથમંત્રી, સી.આર.સી.કો.ઓ તાથા શિક્ષકો)


100મી દોડ માટે વિધાર્થીઓ પ્રસ્થાનની સ્થિતિમાં

1 comment:

  1. aapno blogmara blog ma mukso mara blog nu nam shreys.kadiya.blogspot.vom

    ReplyDelete