Monday 12 March 2018

સુલેખન સ્પર્ધા

          તા. 22/02/18 ના રોજ શાળામાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ધોરણ 3 થી 8 ના કુલ 77 બાળકોએ ભાગ લીધો. ધોરણ 3 થી 5 તથા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું અલગ-અલગ મુલ્યાંકન કરવામાં આવ્યું. 

  • ધોરણ 3 થી 5 માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામ

  1. શાહ ઋતિકા સુનિલભાઈ, ધોરણ 3, પ્રથમ ક્રમ
  2. સગર હિરલ , ધોરણ 4, દ્વિતીય ક્રમ
  3. પ્રજાપતિ સૃષ્ટિ જ્યંતિભાઈ, ધોરણ 5, તૃતીય ક્રમ

  • ધોરણ 6 થી 8 માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામ

  1. શાહ અંજલિ સુનીલભાઈ, ધોરણ 6, પ્રથમ ક્રમ
  2. ડોડીયા ઓમામાબાનું તોફીકભાઈ, ધોરણ 7, દ્વિતીય ક્રમ
  3. નાગોરી તરજીનાબાનુ ઈમ્તીયાઝખાન, ધોરણ 8-અ, દ્વિતીય ક્રમ
  4. મેમણ અલ્સીફાબાનું ઈકબાલભાઈ, ધોરણ 7, તૃતીય ક્રમ
  5. પંચાલ યશકુમાર વિજયભાઈ, ધોરણ 8અ, તૃતીયક્રમ

Thursday 22 February 2018

શિક્ષક આવૃત્તિ

      ધોરણ 1 થી 8 ની તમામ વિષયોની શિક્ષક આવૃત્તિ નીચે આપેલ જે-તે  ધોરણની લીંક પરથી મેળવી શકાશે......
                                           

માતૃભાષા-દિન

        તા. 21/02/2018ના રોજ માતૃભાષાદિન નિમિત્તે શ્રી વડાલી પ્રા. શાળા નં. 2 માં માતૃભાષા-દિનની ઉજવણી કરવામાં આવ. સવારે પ્રાર્થનાસભામાં શાળાના શિક્ષક શ્રી પ્રવિણભાઈ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્ત્વ, ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરનાર સાહિત્યકારો તથા તેમના સાહિત્યનો પરિચય કરાવવામાં આવ્યો.

           સાંજે 4-00 કલાકે શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક વાચન કરાવવામાં  આવ્યું. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા.
  
          કાર્યક્રમનો વિડીયો જોવા નીચે ક્લિક કરોઃ-
અહિં ક્લિક કરો


       ગુજરાત સમાચાર તા.22/02/18

 રખેવાળ, તા. 23/02/18

Monday 19 February 2018

સતત સર્વગ્રાહિ મૂલ્યાંકન પદ્ધતિ થઇ શકે છે બંધ....

        આવનારા સમયમાં અભ્યાસ ક્રમની સાથે સાથે હવે મૂલ્યાંકન પદ્ધતિ પણ બદલાઈ શકે છે. NCERT ની મૂલ્યાંકન પદ્ધતિ આવશે અમલમાં.


Friday 16 February 2018

परीक्षा पर चर्चा - प्रधानमंत्री मोदी के साथ

           दिनांक 16/02/2018 माननीय प्रधानमंत्रीजी श्री नरेन्द्र मोदीजी का “परीक्षा पर चर्चा” प्रोग्राम एम.एच.आर.डी. के यु-ट्युब चैनल, www.mygov.in, डीडी नेशनल, डीडी इन्डीया और डीडी न्यूज पर प्रसारीत कीया गया । स्कूल में वडाली 2 और वडाली 3 शालाओं के विद्यार्थी, शिक्षकगण एवं क्लस्टर के सी.आर.सी. कॉ.ओ इस प्रोग्राम में लाईव जूडे । विशेष रूप से वडाली ता. प्राथमिक शिक्षाधीकारी श्री कपिलभाई महोदय उपस्थित रहे।


Thursday 15 February 2018

મહેંદી સ્પર્ધા

          તા. 15/02/2018ને ગુરુવારના રોજ શ્રી વડાલી પ્રાથમિક શાળા નં.2માં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી શિલ્પાબેન આચાર્ય, શ્રી જશોદાબેન ભાંભી તથા દક્ષાબેન પટેલ દ્વારા સમગ્ર સ્પર્ધાનું સુંદર સંચાલન કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો. ચાલો માણીએ આ સ્પર્ધાની તસવીરી ઝલક.....





શિષ્યવૃત્તિ માટેના બેંક ખાતા બાબતનો RBI નો પરિપત્ર

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે ખાતમાં જમા થાય છે તે ખાતાઓ માટે બેંક કોઈ મિનિમમ બેલેન્સ મર્યાદા રાખી શકે નહિ તથા કુલ જમા રકમ પર પણ કોઈ મર્યાદા રાખી શકે નહિ તે બાબતનો RBI નો પરિપત્ર........

Saturday 10 February 2018

નેશનલ ડી વોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ)

         તા. 10/02/2018 ને શનિવારના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવી. જેમાં સવારે પ્રાર્થના સભા દરમ્યાન સ્વચ્છતા વિશે શાળાના  શિક્ષક શ્રી પી.ડી.વણકર દ્વારા સુંદર સમજુતિ આપવામાં આવી. સ્વચ્છ લાગતા હાથ પણ ગંદા હોઈ શકે તે બાબતે સરસ પ્રયોગ દ્વારા સમજુતી આપવામાં આવી. જેમાં સ્વચ્છ પાણી વાળી ડોલમાં થોડાં વિદ્યાર્થીઓના સ્વચ્છ લાગતા હાથ ધોવડાવી ડોલનુ પાણી વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું જે ગંદુ થયુ હતું. આમ, પ્રાયોગીક રીતે હેન્ડવૉશનું મહત્ત્વ સમજાવવામાં  આવ્યું. અંતે  સ્વચ્છતાનિ  પ્રતિજ્ઞા લેવડાવવામાં  આવી.






         મધ્યાહ્ન ભોજન અંતર્ગત વિદ્યાર્થીઓને સવારે નાસ્તામાં ચણા આપીને ત્યારબાદ ત્યાંજ વર્ગદીઠ તમામ હાજર વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવ્યું.



















Saturday 5 January 2013

રમતોત્સવ - 2012/13

          બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિષયોના અભ્યાસ થકી માનસિક કેળવણી ઉપરાંત શારીરિક કેળવણી પણ એટલું જ મહત્વ ધરાવે છે. રમત ગમત દ્વારા બાળકોની શારીરિક કેળવણીને ઉત્તેજન અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દર વર્ષે રમતોત્સવનું આયોજન થાય છે. વર્ષ 2012/13 ના રમતોત્સવમાં જુથ કક્ષાના રમતોત્સવમાં અમારી શાળાના બાળકોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લીધો. કબડ્ડી, ખો-ખો(બહેનો), લાંબીકૂદ, ગોળાફેક વગેરે રમતોમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કબડ્ડી, ખો-ખો તથા લાંબીકૂદની સ્પર્ધાઓમાં આ શાળાના બાળકો તાલુકા કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે. આ તમામ બાળકોને શાળાના આચાર્ય તથા તમામા સ્ટાફ વતીથી અભિનંદન પાઠવતાં આનંદની લાગણી થાય છે.
100 મી દોડ માટે વિધાર્થીનીઓ પ્રસ્થાનની સ્થિતિમાં...

પરિણામ અને પ્રમાણપત્ર તૈયાર કરતા નિર્ણાયકો (વડાલી જૂથ-2 ના જૂથમંત્રી, સી.આર.સી.કો.ઓ તાથા શિક્ષકો)


100મી દોડ માટે વિધાર્થીઓ પ્રસ્થાનની સ્થિતિમાં

Tuesday 31 July 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો ????????

                    આજે અભિવ્યક્તિ પત્ર, પુસ્તક, ડાયરીના સિમાડા ઓળંગી ચૂકી છે. આજના માહિતી વિસ્ફોટના યુગને પહોચીવળવા ઈન્ટરનેટ મહત્વનું માધ્યમ બન્યું છે. તમારી અભિવ્યક્તિનો પડઘો વિશ્વભરમાં પાડવા માટે ઈન્ટરનેટ અનેક સુવિધાઓ આપે છે. આજે સોશિયલ કોમ્યુનિકશન સાઈટ (ફેસબુક, ટ્વિટર) પૂરજોશમાં ચાલે છે. આવું જ અભિવ્યક્તિનું એક સક્ષમ સાધન છે બ્લોગ. આજે બ્લોગરની એક આગવી દુનિયા રચાઈ છે. એમાં ચર્ચાઓ ચાલે છે, ઝગડાઓ ચાલે છે, આદાન-પ્રદાન ચાલે છે. તમે પણ તમારી નેટ સર્ફિંગની યાત્રા દરમિયાન કોઈને કોઈ બ્લોગની મુલાકાત અવશ્ય લીધી જ હશે. અને હાલ તમે જે વાંચી રહ્યા છો એ પણ અલબત્ત બ્લોગ જ છે ને ! તમારા આ પ્રવાસ દરમિયાન ક્યારેક પ્રશ્ન થયો હોય કે આ બ્લોગ બને કઈ રીતે ? હું પણ બ્લોગ બનાવું એવી ઈચ્છા થઈ હોય........... પણ બ્લોગ બનાવવાનો રસ્તો જડતો ના હોય....... તો આ રહ્યો તમારા પોતાના બ્લોગ સુધી પહોંચવાનો રસ્તો.......
                 બ્લોગ બનાવવા માટેની સૌપ્રથમ શરત એ છે કે તમારી પાસે એક જીમેઈલ એકાઉન્ટ હોવું જોઈએ. એકવાર તમે તમારું જીમેઈલ એકાઉન્ટ બનાવી લો તો તમારું અડધુ કામ પત્યું સમજો. તમારી પાસે પહેલાથી જ જીમેઈલ(gmail) એકાઉન્ટ હોય તો તમે તમારો બ્લોગ બનાવવાની શરૂઆત કરી શકો છો પણ હજું તમે તમારું જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું નહોય અને એ પણ કઈ રીતે બને તે ખબર ન હોય (જો કે આ સંભાવના બિલકુલ નવા વાચકના સંદર્ભમાં જ હોઈ શકે ) તો પહેલા તેનાથી જ શરૂઆત કરીએ..........

1. જીમેઈલ (gmail) એકાઉન્ટ કઈ રીતે બનાવવું ....

                     જીમેઈલ એકાઉન્ટ બનાવવા સૌપ્રથમ તમારા બ્રાઉઝરના એડ્રેસ બાર(નીચે આકૃતિ-1 માં ગોળ કરેલ ભાગ એડ્રેસ બાર છે.)માં  http://www.gmail.com/ ટાઈપ કરો. જેથી નીચે મુજબનું પેજ તમારા બ્રાઉઝરમાં ખુલશે.

આકૃતિ - 1
             તમારા બ્રાઉઝરમાં ખુલેલા ઉપરના પેજમાં તીરની નિશાની કરેલ ભાગ (જ્યાં "CREATE AN ACCOUNT" લખેલું છે.) પર ક્લિક કરવાથી તમે અન્ય પેઝ (નવું જીમેઈલ એકાઉન્ટ બનાવવાનું પેઝ)પર જશો જ્યાં તમારે તામારી કેટલીક માહિતી ટાઈપ કરવી પડશે. પેઝ પરના ફોર્મમાં તમામ માહિતી ભરીને અંતમાં આવેલા 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરો.
આમ કરવાથી જો તમે ભરેલ માહિતીમાં કંઈક ભૂલ હશે તો તમે જે માહિતી ભરેલ ફોર્મ છે તે જ તમારી સામે આવશે અને ભૂલવાળા ખાનાની નીચે લાલ અક્ષરે વિગત લખેલી દેખાશે જે તમારે સુધારવાની રહેશે અને ફરી 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે ભરેલ માહિતીમાં કોઈ ભૂલ નહી હોય તો 'Next Step' (આગલું પગલું) બટન પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ તૈયાર હોવાનો મેસેજ તમને મળી જશે. ત્યાર બાદ Continue to Gmail પર ક્લિક કરીને તમે તમારું ઈમેલ એકાન્ટ જોઈ શકો છો. આ એકાન્ટનો ઉપયોગ કરીને હવે તમે મેઈલ મોકલી અને મેળવી શકો છો. સાથે જ ગુગલની અન્ય સુવિધાઓ (igoogle, youtube, documents, calendar, blogger) માં પણ લોગઈન થઈ શકો છો.

2. તમારો પોતાનો બ્લોગ બનાવો....

                   ઉપર જોયું તેમ ઉપર બનાવેલા જીમેઈલ એકાઉન્ટથી જ ગુગલની અન્ય સર્વિસમાં પણ લોગઈન થઈ શકાય છે. તેથી બ્લોગ બનાવવા માટે સૌપ્રથમ www.blogger.com પર જાઓ. અહિં તમે બનાવેલ જીમેઈલ એકાન્ટથી લોગઈન કરો. લોગઈન કર્યા બાદ તમારી સામે બે પ્રકારની પ્રોફાઈલના (Google+ પ્રોફાઇલ અને બ્લોગર પ્રોફાઇલ)વિકલ્પો આવશે જેમાંથી કોઈપણ એક પ્રોફાઈલ પસંદ કરીને તમે આગળ વધી શકો છો. ત્યારબાદ ના સ્ટેમાં તમે તમારા બ્લોગને નામ આપ્યા બાદ આગળ વધી શકો છો. એકવાર નામ આપી દીધા પછી અંતે તમારી સામે જે પેજ પ્રદર્શિત થાય તેમાં તમે તમારો નવો બ્લોગ બનાવવાનો વિકલ્પ પસંદ કરીને બ્લોગીંગની શરૂઆત કરી શકો છો તથા તમારી પોતાની પઠનસૂચિ પણ ઉમેરી શકો છો.

Sunday 29 July 2012

અબ્રાહમ લિંકનનો પોતાના પુત્રના શિક્ષકને પત્ર....

              વર્ષો પહેલાં અમેરિકાન 16માં પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાના પુત્રના શિક્ષકને લખેલો પત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે અને ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયેલ છે. આ પત્રમાં જોવા મળતો શિક્ષકના કર્તવ્ય તરફનો અંગુલી-નિર્દેશ આજે પણ પ્રસ્તુત છે.  પત્રનો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે. પણ તેનો મધુ પંત દ્વારા કરાયેલો હિંદી ભાવાનુવાદ મને મળ્યો અને ગમ્યો જે આપ સૌ વાચકો માટે અહીં પ્રસ્તુત છે.




हे शिक्षक !
मैं जानता हूं और मानता हूं कि नतो हर व्यक्ति सही होता है और न ही होता हैं सच्चा ;
किंतु तुम्हें सिखाना होगा कि कौन बुरा है और कौन अच्छा ।

 दुष्ट व्यक्तियों के साथ-साथ आदर्श प्रणेता भी होते हैं । स्वार्थी राजनीतिज्ञों के साथ-साथ समर्पित नेता भी होते हैं ।

समय भले ही लग जाण, पर यदि सिखा सको तो उसे सिखान कि पाए हुए पांच से अधिक मूल्यवान है - स्वयं एक कमाना ।

पाई हुई हार को कैसे झेले, उसे यह भी सिखान और साथ ही सिखाना,  जीत की खुशियां मनाना ।

यदि हो सके तो उसे ईर्ष्या या द्वेष से परे हटाना और जीवन में छिपी मौन मुस्कान का पाठ पढाना ।

जितनी जल्दी हो सके उसे जानने देना कि दूसरों को आतंकित करने वाला स्वयं कमजोर होता है, वय भयभीत व चिंतित है क्योंकि उसके मन में स्वयं चोर होता है ।

उसे दिखा सको तो दिखाना किताबों में छिपा खजाना । और उसे वक्त देना चिंतन करने के लिए... कि आकाश के परे उडते पंछियों का आह्लाद, सूर्य के प्रकाश में मधुमक्खियों का निनाद, हरी-भरी पहाडियों से झांकते फूलों का संवाद, कितना विलक्षण होता है - अविस्मरणीय...... अगाध...

उसे यह भी सिखाना-
धोखे से सफलता पाने से असफल होना सम्माननीय है । और अपने विचारों पर भरोसा रखना अधिक विश्वसनीय है । चाहें अन्य सभी उनको गलत ठहरायें परंतु स्वयं पर अपनी आस्थी बनी रहे यह विचारणीय है ।
उसे यह भी सिखाना कि वह सदय के साथ सदय हो, किंतु कठोर के साथ हो कठोर । और लकीर का फकीर बनकर, उस भीड के पीछे न भागे जो करती हो - निर्थक शोर ।

उसे सिखाना - कि वह सबकी सुनते हुए अपने मन की भी सुन सके, हर तथ्य को सत्य की कसौटी पर कसकर गुन सके । यदि सिखा सको तो सिखाना कि वह दुःख में भी मुस्कुरा सके, घनी वेदना से आहत हो, पर खुशी के गीत गा सके ।

उसे यह भी सिखाना कि आंसू वहते हों तो उन्हें बहने दे, इसमें कोई शर्म नहीं...... कोई कुछ भी कहता हो... कहने दे ।

उसे सिखाना -
वह सनकियों कि कनखियों को हंसकर टाल सके पर अत्यन्त मृदुभाषी से बचने का ख्याल रखे । वह अपने बाहुबल व बुद्धिबल का अधिकतम मोल पहचान पाए परंतु अपने हृदय व आत्मा की बोली न लगवाए ।

वह भीड के शोर में भी अपने कान बन्द कर सके और स्वतः की अंतरात्मा की सही आवाज सुन सके; सच के लिए लड सके और सच के लिए अड सके ।

उसे सहानुभूति से समझाना पर प्यार के अतिरेक से मत बहलाना । क्योंकि तप-तप कर ही लोहा खरा बनता है, ताप पाकर ही सोना निखरता है ।

उसे साहस देना ताकि वक्त पडने पर  अधीर बने , सहनशील बनाना ताकि वह वीर बने ।

उसे सिखाना कि वह स्वयं पर असीम विश्वास करे, ताकि समस्त मानव जाति पर भरोसा व आस धरे ।

यह एक वडा-सा लम्बा-चौडा अनुरोध है पर तुम कर सकते हौ , क्या ईसका तुम्हें बोध है ? मेरे और तुम्हारे ...... दोनों के साथ उसका रिश्ता है ; सच मानो, मेरा बेटा एक प्यारा-सा नन्हा सा फरिश्ता है !






Wednesday 25 July 2012

સર્જન


                    માનવજીનની તમામ પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ એ આનંદની પ્રાપ્તિ હોય છે.  એ નિઃશંક વાત છે. આમ, તો માનવી આજના યુગમાં આનંદપ્રાપ્તિના અનેકાનેક સાધનો છે, પણ સર્જનનો આનંદ તે સર્વમાં શ્રેષ્ઠ છે. શાળા કક્ષાએ બાળકો માટે સર્જનની વિશાળ તકો રહેલી છે, એ પછી ચિત્ર હોય, માટીકામ હોય, કાગળકામ હોય કે પછી વિવિધ છાપ ઉપસાવવાનું કામ હોય આ સર્વ સર્જન બાળકોમાં છુપાયેલી સર્જન શક્તિને વિકસાવવાની સાથે સાથે સર્જનના આનંદમાં આળોટવાની તક પણ આપે છે. આવા જ સર્જનમાં તન્મય અમારી શાળાના બાળકો નીચેની તસવીરોમાં જોઈ શકાય છે.

માટીકામ

(માટીના રાજા, માટીનું જ સૈન્ય, માટીનાં માણસો, માટીનાં જ પ્રાણીઓ, માટીની જ ઘરવખરીને એવું તો ઘણું બધું..........)

બાળરાજ્યના રાજા સૈનિકો સાથે રણમેદાનમાં..........
The King Maker
માટીની દુનિયા..........
મૃત્યુ લોકની માટી માંથી.....
બાળકોની અમૂર્ત કલ્પનાનું મૂર્ત રૂપ.........
માટીકામની મજા...
માટીકામની મજા.....


માર્ગદર્શન આપતા શાળાના શિક્ષકશ્રી અરવિંદભાઈ પરમાર.......

આ અમારી ઘરવખરી.....
માટીકામની મજા.....








મારું રમકડું મારું જ સર્જન.....
વક્રતુંડ મહાકાય.......
મારું સર્જન
કાચું  કામ.....

Saturday 21 July 2012

પાવન પ્રવેશ (પ્રવેશોત્સવ)

                   પ્રાચીન ઉપનયન સંસ્કાર સમ પ્રવેશોત્સવ શ્રી વડાલી પ્રાથમિક શાળા નં.2,વડાલીમાં ઉજવાઈ ગયો. જેમાં નવાસવા બાળદેવોએ શિક્ષણના ક્ષેત્રમાં પહેલવહેલો પ્રવેશ કર્યો. ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબના શુભ હસ્તે બાળકોને કુમકુમ તિલક, કિટ અર્પણ કરીને બાળકોને પોતાના શિક્ષણ પંથ પર પા-પા પગલી પડાવવામાં આવી. આ ઉમંગના ઉત્સવમાં જીલ્લા શિક્ષણાધીકારી શ્રી, પ્રાયાર્ય શ્રી-ડાયેટ, બી.આર.સી કો.ઓ. શ્રી, વડાલી  સાથે અન્ય આગેવાનો તથામોટી સંખ્યામાં નગરજનો,અભિભાવકોએ ઉપસ્થિત રહી નવો પ્રાણ પુર્યો.


સ્વાગત કુમકુમ તિલકથી.........



दिपज्योति नमोस्तुते...........।।


સાચવવા જેવું સંભારણું.......
કુમકુમ તિલક, કિટ વિતરણ.....











સફળતાનો શિરપાવ.......




મા.મુખ્યમંત્રીશ્રી, કન્યાકેળવણી ફંડ માટે ચેક અર્પણ......